*પ્લેટોનિક કે પેસેફિક પ્રેમ* (સાચી ઘટના પર આધારિત છે.)સમીર અને રુત્વાની જિંદગી ખુશખુશાલ ચાલી રહી હતી. બંનેના લગ્ન થયાની ૧૩મી વર્ષગાંઠ એકાદ મહિના પછી હતી. સમીર એક આઈ.ટી. કંમ્પનીમાં નોકરી કરતો હતો. તો બીજી તરફ રુત્વા ભાવનગરની એક શાળાનું સંચાલન કરતી હતી. અર્થાત પૈસાની કોઈ પણ પ્રકારની તાણ ન હતી.એક રવિવારની વાત છે રુત્વા અને સમીર બંને ક્રિકેટ મેચ જોઈ રહ્યાં હતાં. ભારતનો દાવ પૂરો થઈ ગયો હતો અને ન્યુઝીલેન્ડનો દાવ આવવાનો હતો. એટલે રુત્વા જલ્દીથી રસોડામાં જઈને નાસ્તો બનાવવા લાગે છે. નાસ્તામાં મેગી અને પાસ્તા બનાવે છે. રુત્વા પછી નાસ્તો બનાવી પાછી આવે આટલી વારમાં મેચ પણ શરૂ થઈ જાય