પ્રભાત ધીમી-ધીમી ઠંડી લહેરખી સાથે ઉગતી જાય છે ને લિંપણ- ગુપણ કરેલા ઘરમાંથી ઘમ્મર ઘમ્મર વલોણું ગાજવાનો અવાજ સંભળાઈ રહ્યો હતો. આંગણે ખાટલે સૂતેલો ચારણ-પુરૂષ દેવો ધાબળો ઓઢીને સૂતો હતો. એ સૂતો હોય ત્યારે દેવપુરુષ જેવો લાગતો હતો. એની ધણિયાણી એવી તોરાંદે હાથમાં હાથીદાંતના ચૂડલો પહેરી લાકડાનું વલોણું ફેરવતી મીઠેરી છાસને ઘમરોળી રહી હતી.. ફદાફદ કરતું માખણ કાળા દોણાની બહાર આવવા ડોકિયું કરતું હતું. ભગવાનના મંદિરમાં સાચા ઘીનો દીવો સ્થિર થઈ ફળિયામાં કલરવ કરતા પંખીડાને જોઈ રહ્યો હતો. વાડામાં બાંધેલ પાડો દેવાને ઉઠાડવા ને તોંરાદેને બોલાવવા ભાંભરડા નાંખી રહ્યો હતો. આંગણે બાંધેલી ભૂરી ગાયનું ધોરું વાછરડું બચ... બચ... કરતું