માધવ મુરલીધર

  • 6.7k
  • 2
  • 1.5k

માધવ મુરલીધર----------------------------------------------------------------------------------------------- શ્રીકૃષ્ણનું ચારિત્ર ભક્તોને અત્યંત મધુર લાગે છે. કૃષ્ણની કથા કરતા વધુ મધુર કથા ભારતમાં બીજી કોઈ સાંભળવા નહીં મળે, કૃષ્ણ હિન્દુસ્તાન આખામાં પરમ પ્રિય છે. પૂજ્ય તો એ છે જ, પરંતુ પ્યારા પણ છે. સામાન્ય રીતે જોવા જઈએ તો એમ બને છે કે અમુક વ્યક્તિ પૂજ્ય હોય છે અને અમુક વ્યક્તિ પ્યારી હોય છે. આ કિસ્સામાં જોઈએ તો શ્રીકૃષ્ણ એવી વિરલ વ્યક્તિ છે જે તમામને પરમ પૂજ્ય પણ છે અને પરમ પ્રિય પણ છે. ભક્તો એમનું ચરિત્ર ગાતા ને વાગોળવા કદી થાતા નથી. પરમ પૂજ્ય ચૈતન્ય મહાપ્રભુ, સૂરદાસ, મીરા, ભક્ત ગોરા કુંભાર, ભક્ત કવિ નરસિંહ મહેતા વગેરે એવી વિરલ વ્યક્તિઓ હતી જે કૃષ્ણ ભક્તિ તરબોળ થઈ ગઈ હતી. ​કૃષ્ણ “ ગીતા” ના પ્રવકતા છે અને “ગીતા” આવે છે મહાભારતમાં, પરંતુ કૃષ્ણ નો સંપૂર્ણ પરિચય