સુંદરી - પ્રકરણ ૯૦

(104.3k)
  • 7.2k
  • 6
  • 3.3k

નેવું “હાઈઈઈઈ... કોન્ગ્રેચ્યુલેશન્સ!! હું કહેતી હતીને કે તમને તક જરૂર મળશે અને તમે ઇન્ડિયાને સિરીઝ વિનમાં હેલ્પફુલ જરૂર થશો?” સુંદરીના અવાજમાં ભારોભાર આનંદ હતો. બીજી ટ્વેન્ટી૨૦ મેચમાં તો વરુણને તક નહોતી મળી પરંતુ એ મેચ ભારત શ્રીલંકા સામે હારી ગયું અને ત્રીજી મેચ જીતવી જરૂરી હોવાથી ટીમમાં એક ઓલરાઉન્ડરની જરૂરિયાત લાગી. આથી, કેપ્ટન અને કોચે ત્રીજી ટ્વેન્ટી૨૦ માટે વરૂણનું સિલેક્શન કર્યું. વરુણને પણ એ સમયે ખૂબ જ નવાઈ લાગી હતી પરંતુ તેને સુંદરીએ જે મક્કમતાથી તેને તે રાત્રે કહ્યું હતું કે તેને આ જ સિરીઝમાં જરૂર તક મળશે એ યાદ આવી ગયું. બસ, વરુણમાં ટેલેન્ટ અને રમવાનો ઉત્સાહ તો