લવ રિવેન્જ-2 Spin Off - પ્રકરણ-5

(57)
  • 7.1k
  • 4
  • 3k

લવ રિવેન્જ-2 Spin Off પ્રકરણ-5 કોલેજનું બીજું વર્ષ... “ટ્રીન...ટ્રીન...ટ્રીન....!” HL કોલેજનાં કેમ્પસમાં ઉભેલાં આરવનો મોબાઈલ રણક્યો. “હવે કોણ...!” વિચારોમાંથી જાગ્યો હોય એમ આરવ બબડયો અને પોતાનાં જીન્સનાં પોકેટમાંથી મોબાઈલ કાઢી નંબર જોવાં લાગ્યો. “ઓહ....ઝીલ....!” મોબાઈલ સ્ક્રીન ઉપર ઝીલનો નંબર જોઈને આરવ બબડયો અને સ્ક્રીન ઉપર સ્વાઈપ કરી કૉલ રિસીવ કર્યો “હાં બોલ ઝીલ....!” “આરવ...! તું અમદાવાદ આયો છે...!?” આરવે ફોન ઉઠાવતાંજ ઝીલ ઉત્સાહપૂર્વક બોલી. “હાં... પણ તને કોણે કીધું...!?” આરવે પૂછ્યું પછી જાતેજ બોલ્યો “અચ્છા....! સિડે કીધું..! નઈ...!?” “હાં...! પણ તે કેમ નાં કીધું....!?” ઝીલે નારાજ સૂરમાં પૂછ્યું “અને ક્યાં છે તું...!?” “અમ્મ...!” મુઝાયેલો આરવ HL