પતિ પત્ની અને પ્રેત - ૨૭

(90)
  • 6.9k
  • 5
  • 3.1k

પતિ પત્ની અને પ્રેત - રાકેશ ઠક્કરપ્રકરણ-૨૭નાગદાએ રેતાને ધક્કો મારી બહાર કાઢી મૂકીને ઘરનો દરવાજો બંધ કરી દીધો. પણ તેના મનના દરવાજામાંથી વિચારોનું ટોળું દોડી આવ્યું. રેતા અહીં કેવી રીતે આવી ગઇ? તેણે મારા દરવાજાનું તાળું કેવી રીતે ખોલ્યું હશે? તેનું મંગળસૂત્ર મારી આંખો કેમ આંજી દેતું હતું? નરવીરને રેતા ઓળખાઇ ગઇ તો નહીં હોય ને? પછી એનું મન જ એને જવાબો આપવા લાગ્યું. નરવીરે રેતાને ઓળખી નહીં જ હોય. તેણે કહ્યું કે આ ગાંડી સ્ત્રી અગાઉ પણ ફરતી હતી અને તેના સાયબાની બૂમો પાડતી હતી. પોતે પરિસ્થિતિને બરાબર સંભાળી લીધી છે. રેતાને પોતાની શક્તિથી મગજ પર હળવો ભ્રમ આપી દીધો