મિલન. વતન ભણી. ******** અજગરના અંત પછી ગર્ગ, એલિસ, માયરા,જ્હોન, એન્થોલી અને માર્ટિન જલ્દી ખીણનો ઢોળાવ ઉતરીને ખીણમાં પહોંચી ગયા. ખીણમા મૃત હાથીઓના હાડપિંજરોથી હાથીદાંત અલગ કરવામાં કલાક જેટલો સમય લાગી ગયો. સાવ સડી ગયેલા હાડપિંજર હતા એમાંથી હાથીદાંત અલગ કરવા સરળ હતા. આ મુશ્કેલ કામ આટોપતાં બધાને લગભગ બે કલાક જેટલો સમય નીકળી ગયો. હવે ફક્ત હાથીદાંતોને ખીણની બહાર જ કાઢવાના બાકી હતા. ખીણમાં ઉતરવું સહેલું હતું. પણ એમાંથી બહાર નીકળવું તો ખુબ જ કપરું હતું. છતાં બધાની મહેનત રંગ લાવી અને બધા કોઈ પણ જાતની મુશ્કેલી વગર બહાર નીકળી ગયા. આ ઝંઝટમાં એલિસ બહુજ થાકી ગઈ હતી.