('વાંઢા મંડળ' પ્લે સકસેસફૂલ ગયું અને એ દિવસે દેવમ, રજત અને નીતીએ 'સોહમ ક્રિએશન' જોઈન્ટ કર્યું. યશ્વીએ 'પડયું પાનું' નામનું નવું નાટક લખ્યું અને તેની રજૂઆત થઈ જવા રહી છે. હવે આગળ....) [એક યુવક રાહુલ અને નાનકડી દીકરી પરી બહારથી આવે છે.] રાહુલ: "મોમ, તું કયાં છે?" પરી: "મોમ..." (એક બાજુ એજેડ સ્ત્રી માનવી અને એક યુવતી નીતી દોડતાં દોડતાં આવે છે.) માનવી: "કેમ બૂમો પાડે છે." રાહુલ: "જોને મને આ તારી લાડલી મને દોડાય દોડાય કરે છે તે." પરી: "પણ દાદી... મને મોમના હાથનો હલવો ખાવાનો છે." રાહુલ: "મને પણ મારી મોમના હાથનો" (નીતી બાઉલમાં હલવો લઈને આવે છે.