અપરાધ- 7 (આગળના ભાગમાં જોયું કે સંજના એનજીઓમાં મદદ માટે જાય છે. તેમજ બે વર્ષ બાદના દ્રશ્યમાં અનંત પર તેના જ પિતા રાકેશભાઈની હત્યાનો ગંભીર આરોપ લગાવી તેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવે છે.) હવે આગળ........ “સર, કેસમાં તો એકદમ અરીસા જેમ ચોખ્ખું દેખાય છે. સારું થયું આપણે કોઈ વિશેષ મહેનત ન કરવી પડી.” નાયકે ગાયકવાડના ટેબલ પર ચાનો કપ મૂકતા કહ્યું. “હા, કેસ તો એકદમ અરીસા જેમ સાફ છે. પરતું થોડી બાબતો વિચારવા જેવી ખરી!” ગાયકવાડે ચાનો કપ ઉપાડી મનોમંથન કરતાં કહ્યું. “આમ તો બધું ક્લીઅર જ છે. તો પછી શું વિચારવું સર?” “એજ તો