અમે બેંક વાળા - 22. હનુમાન ભક્ત

  • 2.9k
  • 1.2k

22. હનુમાન ભક્તફરી આપણે 1997 આસપાસના સમયમાં જઈએ. એ વખતે અમદાવાદમાં છાશવારે તોફાન, હુલ્લડો અને ખૂનામરકી સામાન્ય હતાં. સાવ નાની વાતમાં કોમી છમકલાં થયે રાખતાં હતાં. છતાં લોકો એનાથી ટેવાઈ જઈને વધુને વધુ આર્થિક ઉપાર્જન માટે પ્રયત્નશીલ રહેતા.હું કાળુપુર નજીક મસ્કતી માર્કેટ શાખામાં પોસ્ટ થયો. બ્રાન્ચ સાંકડી એવી ગલીમાં કાપડની દુકાનો વચ્ચે. બેંકનું પોતાનું મકાન અને નીચે દુકાનોને ભાડે આપેલું. મૂળ માલિકો બીજા, ત્રીજા અને ચોથાને ભાડે આપી ચાલ્યા ગયેલા. ભાડું ન આવે ને તપાસ કરવા જઈએ તો ખબર પડે. નીચે મોટાં ભોંયરામાં પાર્કીંગ. એ ભોંયરામાં એક ખૂણે કોઈ દેવીનું સ્થાપન. કોઈ કહેતું કે એક ખાલી માળ પર, કોઈના કહેવા