ચોર મચાયે શોર

(23)
  • 4.8k
  • 1
  • 1.3k

ચોર મચાયે શોર-રાકેશ ઠક્કરએ જાણીને નવાઇ લાગશે કે શશી કપૂરે ફિલ્મ 'ચોર મચાયે શોર' (૧૯૭૪) નું જે ગીત બેકાર માનીને ગુસ્સો વ્યક્ત કર્યો હતો એ સૌથી વધુ લોકપ્રિય રહ્યું હતું. નિર્માતા એન.એન. સિપ્પીએ અશોક રૉયના નિર્દેશનમાં 'ચોર મચાયે શોર' નું નિર્માણ કરવાનું શરૂ કર્યું ત્યારે ખબર નહીં હોય કે ગીત-સંગીતને કારણે આ ફિલ્મ યાદગાર બની રહેવાની છે. આ ફિલ્મની સફળતાને કારણે નિર્માતા એન.એન. સિપ્પીએ એ જ કલાકારો અને સંગીતકાર રવિન્દ્ર જૈન સાથે સી.પી. દીક્ષિતના નિર્દેશનમાં 'ફકીરા' (૧૯૭૬) બનાવી હતી. એનું પણ ગીત-સંગીત લોકપ્રિય થયું હતું અને બોક્સ ઓફિસ પર સફળ રહી હતી. તેને શ્રીકાંત- જયાપ્રદા સાથે 'ડોંગાલાકુ ડોંગા' નામથી તેલુગુમાં