મેઘાણી વંદના રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતી વર્ષ ઉજવણી. આખા દેશમાં આમજનતાની જીભે ગવાતું અને માત્ર યુવા હૈયાઓ જ નહિ,પણ આબાલવૃધ્ધ સહુના માટે જે ગીત અતિ પ્રિય બન્યું તે 'મન મોર બની થનગાટ કરે' કે જે હિન્દી ચલ ચિત્ર ‘રામલીલા’ માં ફિલ્માવવામાં આવ્યું તેના રચયિતા અને ‘રાટ્રીય શાયર’થી જેમને આપણે સહુ જાણીએ છીએ એવા અને રણજિતરામ સુવર્ણ ચંદ્રક તથા મહીડા જેવા ઉચ્ચ સાહિત્ય સન્માન મેળવેલ શ્રી ઝવેરચંદ મેઘાણીની ઉતમ સાહિત્ય યાત્રાને યાદ કરતાં આ વર્ષે તેમની 125મી જન્મજયંતી વર્ષ મેઘાણી સાહિત્ય ઉત્સવ તરીકે ઉજ્વવામાં આવી રહી છે, સાહિત્ય યાત્રી, વિલાપી, તંત્રી વિરાટ, શાણો જેવા અનેક હુલામણા નામથી જાણીતા રાષ્ટ્રીય શાયર નું બહુમાન પામેલા, લોકકંઠના કવિ, લોકસાહિત્યના પાયાના અને અગ્રણી સંપાદક, સંશોધક એવા મેઘાણી કે જેમણે માત્ર ૩૦ વર્ષની ઉમરે રણજિતરામ સુવર્ણ ચંદ્રક(જે સહુથી નાની વયે મેળવનાર પ્રથમ સાહિત્યકાર ) મેળવેલ એવા તેઓ ઉત્તમ નવલકથા કાર, વાર્તા કાર, ચરિત્ર લેખક, અનુવાદક, વિવેચક અને પત્રકાર એમ બહુ