ચાલો ઠીઠીયા કાઢીએ - 10 - જવાબદારીના ધાઢ જંગલમાં હાસ્ય..

  • 4.4k
  • 1
  • 1.6k

ભાગ - 10 અળવીતરો, ઓફિસના પ્યુન અશોકનો ગુસ્સો, તેમજ જો આજે એ પોતે પ્યુનના હાથમાં આવી જશે, તો પ્યુન અશોક, "હાલનેહાલ" પોતાનો શું હાલ કરશે ? તે પૂરેપૂરી રીતે નહીં, પરંતુ સંપૂર્ણ રીતે જાણી ગયો છે, અને એટલેજ, અત્યારે બેચેન થઈ, અડવીતરો ફેક્ટરીની હેવી માલસામાન ખસેડવાની krain પર ચડી ગયો છે. Krain બહુ ઊંચાઈ પર હોવાથી, ત્યાં સુધી કઈ રીતે પહોંચવું / તે માટે પ્યુન અશોક, મારવો છે અડવીતરાને, પરંતુ તે ગોડાઉનમાંજ આમથી તેમ"આંટા" મારી રહ્યો છે. અડવીતરા સુધી કેમ કરીને પહોંચવું ? એ પ્રશ્ન અત્યારે પ્યુન માટે યજ્ઞ પ્રશ્ન છે. આમ તો આજ સુધી પણ, એ પ્રશ્ન યજ્ઞ પ્રશ્નજ હતો, કે અડવીતરા સુધી કેવી રીતે પહોંચવું ?