૧૦. વિશ્વાસ વહેલી સવારે મિશ્રા નિવાસમાં રાહી ઉઠીને પોતાનું બેગ પેક કરી રહી હતી. રાધિકા પણ યાદ કરીને બધો સામાન તેનાં બેગમાં જમાવી રહી હતી. તન્વી તો ઉઠી પણ ના હતી. અચાનક જ રાધિકાના હાથમાંથી તેનું મેક-અપ બોક્સ પડી ગયું. ત્યારે તન્વી આંખો ચોળતી ઉભી થઈ. "આ શું?? તમે બંને ક્યાંય જવાની તૈયારી કરો છો??" તન્વીએ રાહી અને રાધિકાના બેગ તરફ નજર કરીને પૂછ્યું. "હાં, લગ્ન માટે જ આવ્યાં હતાં. તો હવે જવું જ જોઈએ." રાહીએ બેગની ચેન બંધ કરતાં કહ્યું. "પણ તે તો અહીં બનારસમાં એક ફેશન ડિઝાઈનિંગ કોમ્પિટિશનમા પાર્ટીસિપેટ કર્યું છે ને.!! તો એ કર્યા વગર કંઈ રીતે