સુખ નો પીનકોડ - 1

(11)
  • 7.3k
  • 2
  • 2.5k

સોશિયલ મીડિયા પર ઠલવાતા ભંગાર માં પણ ક્યારેક અણમોલ ચીઝ મળી આવે છે. અચાનક એવું કંઇક દેખાય જાય છે જે તમને ઝંઝોળી મૂકે. હમણાં એવી જ એક વીડિયો ક્લિપ જોઈ - એક ઝૂંપડું જ કઈ શકાય એવા ઘર ની બહાર નવી લેવાયેલી પણ સેકંડ હેન્ડ લાગતી સાઇકલ ની એક પિતા પૂજા કરતા હોય છે અને એની બાજુ માં સાત આંઠ વર્ષ ની લાગતી એની દીકરી ઊભી હોય છે. પિતા સાઇકલ ને હાર તોરા કરતા હોય છે ત્યારે આ નાનકી દીકરી ખુશી ની મારી તાળી પાડતી કૂદકા મારતી હોય છે. એને મન તો જાણે ઘર માં એક બહુ મોટી વસ્તુ આવી.