પતિ પત્ની અને પ્રેત - ૨૬

(76)
  • 5.8k
  • 6
  • 2.8k

પતિ પત્ની અને પ્રેત - રાકેશ ઠક્કરપ્રકરણ-૨૬નાગદા અને રેતાનો પહેલી વખત આમનો- સામનો થઇ રહ્યો ન હતો. અગાઉ જામગીરકાકા સાથે તે નાગદા પાસે લાવરું લેવા આવી હતી. ત્યારે રેતાને પાકી ખબર ન હતી કે નાગદા જ એના પતિ વિરેનને લઇ ગઇ છે. અને નાગદાને અંદાજ ન હતો કે જેના પતિને તે પોતાનો પતિ બનાવવા પ્રયત્ન કરી રહી છે એ જ આ રેતા છે. આજે બંને એ વાતથી અવગત હતી. નાગદાને ખબર પડી ગઇ હતી કે વિરેન રેતાનો પતિ છે. અને રેતાને પાકો વિશ્વાસ હતો કે વિરેન નાગદાને ત્યાં છે. અને એટલે જ રેતા વહેલી સવારે નાગદાને ઉંઘતી ઝડપવા માગતી હતી. રેતાને