૬. સફર રાહી અને રાધિકા રાતનાં આઠ વાગ્યે પોતાનો બધો સામાન લઈને હોલમાં આવી. મહાદેવભાઈ અને દાદી બંને સોફા પર બેઠાં હતાં. ગૌરીબેન કિચનમાંથી એક વાટકામાં દહીં અને ખાંડ લઈને આવ્યાં. "જતાં પહેલાં મોઢું મીઠું કરી લે. તારું કોમ્પિટિશન હશે ત્યારે તો હું ત્યાં નહીં હોય. એટલે અત્યારે જ તને આશીર્વાદ અને શુભકામનાઓ આપી દઉં." ગૌરીબેને એક ચમચી ભરીને દહીં અને ખાંડ રાહીના મોં તરફ લંબાવીને કહ્યું. રાહી ચમચી મોંમાં મૂકીને સ્માઈલ કરવાં લાગી. ત્યાં અચાનક જ રાધિકા ગૌરીબેન સામે આવીને ઉભી રહી ગઈ. "મને પણ દહીં અને ખાંડ ખવડાવ. માન્યું કે મારે કોઈ કોમ્પિટિશનમા પાર્ટીસિપેટ નથી કરવાનું. પણ હું