વિશ્વ પુસ્તક દિવસ માત્ર સાડા ત્રણ અક્ષરનો શબ્દ ' પુસ્તક ' જેે કોઈ પણ વ્યક્તિના 'એકલતાના આજીવન સાથી' કહી શકાય, એવા પુસ્તકોનો દિવસ એટલે 23 એપ્રિલ વિશ્વ પુસ્તક દિવસ. ૧૯૯૫માં યુનેસ્કોની સામાન્ય સભામાં માહિતી અને જ્ઞાનના પ્રસાર, પુસ્તકોનું પ્રભાવક સ્થાન, સાંસ્કૃતિક વારસાની જાળવણીમાં પુસ્તકોનો ફાળો, સહિષ્ણુતા અને સંવાદિતા સર્જવાની પ્રક્રિયામાં પુસ્તકોનું સામર્થ્ય જેવા મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.આમ તો 23 એપ્રિલે મહાન સાહિત્યકાર અને પ્રખર સાહિત્યસર્જક વિલિયમ સેકસપિયર નો જન્મદિન અને મૃત્યુ તિથિ છે, તો સાથે અન્ય બે મહાન લેખકો સર્વાંટીસ અને ગાર સિલાસો દુલાવેગા ની મૃત્યુતિથિ છે.તેમના સાહિત્ય જગતના પ્રદાનને ધ્યાને લઇને તેમના લેખનકાર્ય