હાથી મેરે સાથી-રાકેશ ઠક્કરરાજેશ ખન્ના-તનૂજાની ફિલ્મ 'હાથી મેરે સાથી'(૧૯૭૧) ગીત-સંગીત સહિત અનેક બાબતે ઉલ્લેખનીય ફિલ્મ બની રહી હતી. મૂંગા પ્રાણીઓને પડદા ઉપર શાનદાર રીતે બતાવવાનો આવો પ્રયોગ પહેલાં થયો ન હતો. નવાઇની વાત એ છે કે તમિલમાં નિષ્ફળ રહેલી ફિલ્મ 'દેવા ચેયલ' પરથી નિર્દેશક એમ.એ. તિરુમુગમે હિન્દીમાં 'હાથી મેરે સાથી' બનાવી હતી. ફિલ્મને હિન્દીમાં એટલી સફળતા મળી કે કોઇ દક્ષિણ ભારતીય નિર્માતા દ્વારા હિન્દીમાં બનેલી સૌથી સફળ વ્યવસાયિક ફિલ્મ ગણવામાં આવી. એમાં કમાલ કોઇ એક વ્યક્તિનો ન હતો. આનંદ બક્ષીના ગીતો, લક્ષ્મીકાંત-પ્યારેલાલનું સંગીત, રાજેશ ખન્ના-તનુજા સાથે કે.એન. સિંહ, મદન પુરી વગેરેનો દમદાર અભિનય અને પહેલી વખત સાથે કામ કરતી લેખક જોડી