જીવનરથનાં પૈડાં....

  • 4.1k
  • 1
  • 1k

અરે ભાગ્યવાન, આજે બહુ સોડમથી ઘર મહેકી રહ્યું છે ? આજે તો તારાં હાથની ચા પીવાની તલબ વધી ગઈ છે. સોડમથી ભૂખ વધારે જાગૃત થઈ છે તો હલકો નાસ્તો પણ સાથે લાવજો. ડાઇનિંગ ટેબલ પર છાપું વાંચતા મુકેશ આદેશ આપી રહ્યો હતો. ટીનાને પણ ખબર હોય મુકેશ ક્યારે શું ફરમાઈશ કરશે ? આજે એને ચા માટે આદુ અને ફુદીનો વાપર્યા હતા પણ મુકેશને ડાઇનિંગ ટેબલ પર બેઠા બેઠા ખબર પડે કે આજે શું ચા માં નાખી રહી છે શ્રીમતિ. આદુ ને ફુદીનાની સોડમ તો ઉકળે પછી આવે પણ હાથમાં પહેરેલી કાચની ચુડીઓની ખનખન પહેલાં ખબર આપી દે, તાલબદ્ધ આદુ છીણાંતું