ભયાનક સફર (આફ્રિકાના જંગલોની) - 29

(39)
  • 3k
  • 2
  • 830

ભેંદી તીર. ****** વરસાદ બંધ થયો એટલે મેરી અને રોબર્ટ ઝાડની બખોલમાંથી બહાર આવ્યા. જ્યાં સુધી વરસાદ ચાલુ ત્યાં સુધી મેરીનો જીવ તાળવે ચોંટેલો રહ્યો કારણ કે ચાલુ વરસાદે વીજળીના કડાકા મેરીનું કાળજું કંપાવતા હતા. "મેરી શું કરીએ હવે આગળ જઈએ કે પછી આજની રાત અહીંયા જ કાઢી નાખીએ ? આજુબાજુની જમીન ઉપર પડેલા ભીંજાયેલા વૃક્ષોના પાંદડાઓ જોઈ રહેલા રોબર્ટે મેરીને પ્રશ્ન કર્યો. "તું કહે એમ કરીએ.' મેરી પાસેના ખાબોચિયામાં ભરાયેલા પાણીમાં પગની આંગળીઓ ભીંજવતા બોલી. "સાંજ તો થવા આવી છે ક્યાં જઈશું ? પછી આગળ કોઈ સુરક્ષિત સ્થળ મળે ના મળે એના કરતા તો અહીંયા જ રાત વિતાવી દઈએ