ભયાનક સફર (આફ્રિકાના જંગલોની) - 28

(39)
  • 3.3k
  • 2
  • 886

વરસાદનું આગમન. રોબર્ટ અને મેરીએ ઝાડના થડમાં આવેલી બખોલમાં આસરો લીધો. ********************** દિવસ ખાસ્સો ચડી ગયો હતો. વાતાવરણ ખુશનુમા હતું. ઉનાળો પુરો થઈને હવે ચોમાસાની ઋતુ શરૂ થવાની હતી. એટલે વાતાવરણમાં થોડાંક ફેરફારો થયા હતા. આકાશમાં વાદળાઓની અવર-જવર વધી હતી. રોબર્ટ અને મેરીએ જ્વાળામુખી પહાડમાંથી નીકળીને જંગલ તરફ વહી રહેલા ઝરણાનું પાણી પીધા પછી કાળા જ્વાળામુખીની વિરુદ્ધ દિશાની વાટ પકડી હતી. "આપણું આવનારું બાળક કેટલું ભાગ્યશાળી હશે. નહિ મેરી.' રોબર્ટે ચાલી રહેલી મેરીને બન્ને હાથે ઊંચકી લેતા કહ્યું. "કેમ ? રોબર્ટ શું કહેવા માંગતો હતો એ મેરીને સમજાયું નહિ એટલે એણે રોબર્ટને પૂછ્યું. "ભાગ્યશાળી જ હોય ને.! એને જંગલમાં