સ્ટેજ, સ્ક્રિન અને ગ્રાઉન્ડ પાસે લોકો અપેક્ષા ન રાખે તો શું રાખે ?ઘણા વર્ષો પહેલા મને કોઈએ વાત કરેલી. "એક વખત હું કોઈ ગુજરાતી ફિલ્મના શૂટિંગ વખતે સેટ પર હાજર હતો. અને ગુજરાતી ફિલ્મના મશહૂર 'કોમેડિયન' અને ઉમદા કલાકાર એવા રમેશભાઈ મહેતાનો શોટ લેવાનો હતો. રમેશભાઈ એ વખતે મેકઅપ કરાવતા હતા. અને મેકઅપની ચેર પર તેઓ એકદમ સુસ્ત હાલતમાં નરમ ઘેસની જેમ પડ્યા હતા. આંખો બંધ હતી. ચહેરા પર થાક વર્તાતો હતો. અને મેકઅપ મેન એનું કામ કરતો હતો. એ જોઈને મને એવું થયું કે આ હાલતમાં રમેશભાઈ શૂટિંગ કેવી રીતે કરશે ! અને પછી શોટ લેવાનો સમય આવ્યો ત્યારે