વેધ ભરમ - 44

(229)
  • 10k
  • 11
  • 5k

રિષભની વાત સાંભળી શિવાની ગુસ્સે થઇ ગઇ. રિષભની આ પણ એક સ્ટ્રેટેજી હતી કે તે ગુનેગારને ગુસ્સે કરતો જેથી ગુસ્સામાં ગુનેગાર ન બોલવાની વાત પણ બોલી જતા. અત્યારે શિવાનીને ગુસ્સે થતા જોઇને રિષભે કહ્યું “તમે પતિ સાથે વાત કરવા માટે તમારા પ્રેમીને ફાર્મ હાઉસ પર મોકલી શકતા હોય તો એવુ પણ બને કે પતિને ખુશ કરવા કોઇ છોકરીને પણ મોકલી શકો.” આ સાંભળી શિવાનીનો ગુસ્સો હદ પાર કરી ગયો અને તે બોલી “ઓફિસર તમે હદ વટાવી રહ્યા છો. મારા પતિ માટે મારે છોકરીઓ મોકલવાની જરુર જ નહોતી. તે એટલો નીચ હતો કે તેના સંપર્કમાં આવેલી કોઇ છોકરીને તે છોડે નહીં.