અગ્નિશમન સપ્તાહ

  • 2.2k
  • 438

૧૪ થી ૨૦ એપ્રિલ-અગ્નિશમન સપ્તાહ: બીજા વિશ્વ યુધ્ધ દરમ્યાન લશ્કર માટે દારૂગોળો હેરફેર કરવાનું મુખ્ય મથક બનેલ મુંબઈમાં આવેલ એસ.એસ. સ્ટીક્ન નામના જહાજમાં રણ નીતિને કારણે ગુપ્ત રાખેલ દારૂગોળો અને બોમ્બ ભરેલ હતા.જેમાં 14 એપ્રિલ 1944 ના બપોરે 12.30 વાગ્યે શરૂ થયેલ આગ દ્વારા બપોરે 4.06 મિનિટે તથા 4.41 મિનિટે બે ભયંકર વિસ્ફોટ થયા. જેનાથી આખું મુંબઈ ધ્રુજી ઉઠ્યું. સાગર નજીકના મકાનોના તો ભૂકકા જ બોલી ગયા, આસપાસના 26 જહાજોએ તો ઉછળીને જલસમાધિ લીધી, આગના કાળા ડિબાંગ ધુમાડાથી મૂંબઈમાં 6 થી 7 દિવસ સૂર્યપ્રકાશ નહોતો દેખાયો! આ વાતથી આગની મહાભયંકરતા સમજી શકાય છે! જો કે આગ બુઝવવા લશ્કરને બોલાવવામાં આવ્યું. .