લવ રિવેન્જ-2 Spin Off - પ્રકરણ-3

(73)
  • 6.1k
  • 4
  • 3.1k

લવ રિવેન્જ-2 Spin Off પ્રકરણ-3 “તો...તે અ....સુરેશ અંકલને કંવીન્સ કરવાનો ટ્રાય ન’તો કર્યો.....!?” કાર ડ્રાઈવ કરી રહેલાં સિદ્ધાર્થને જોડેની સીટમાં બેઠેલી નેહાએ પૂછ્યું. ઝીલ માટે ગિફ્ટ ખરીદીને બંને પાછાં ઘર તરફ જઈ રહ્યાં હતાં. “કર્યો ‘તો....!” નેહા સામે એક નજર નાંખી સામે જોઈ કાર ડ્રાઈવ કરતાં-કરતાં સિદ્ધાર્થ સહેજ ગમગીન સ્વરમાં બોલ્યો “પણ.....! અંકલે ઝીલની કોઈ વાત ના માની...! તો મારી વાત માનવાનો તો સવાલજ નઈ ઊઠતોને...! ઝીલ એમની સગી દીકરી છે....!” “હમ્મ.....!” “યુ નો....! ઝીલના મમ્મીએ એને શું કીધું...!?” સિદ્ધાર્થે નેહાને પૂછ્યું જાતે બોલ્યો “કે અમે જ્યાં કઈએ ત્યાં મેરેજ કરવાં હોય તો કર....! ના કરવાં હોય તો એમ ગણી લેવાનું