એક સેલ્ફી.....ખુશીઓની...

  • 2.1k
  • 1
  • 550

એક સેલ્ફી.....ખુશીઓની... ફ્લેટ ના દરવાજા નું લૉક ખોલતાં ખોલતાં પલ ની નજર એક પળ માટે બારણે લગાવેલી નેમપ્લેટ “ પલ અને આલાપ” પર પડી, નેમ પ્લેટ પર લાગેલી ધૂળ ને પર્સ માંથી રૂમાલ કાઢીને પલ જેવી લૂછવા જ જતી હતી કે અટકી ગઈ, મનમાં સવાલ થયો કે હવે નેમ પ્લેટ સાફ કર્યા નો શો અર્થ? દરવાજો ખોલતાં જ નજર ઘર ના સમાન પર પડી, આ જ ઘર ને કેટ કેટલી ખુશીઓ થી સજાવ્યું હતું, સહેજવાર માટે પણ અસ્તવ્યસ્ત ના રહેતું ઘર આજે ધૂળ ને છેપટ થી ખરડાઇ ગયું હતું, ઘર માં રહેલી વસ્તુઓ જેમની તેમ પડી હતી જેવી એ