માતૃભારતીના વ્હાલા વાચક મિત્રો,આજે હું આ પ્લેટફોમ પર મારી એક નવી કાલ્પનિક પણ હદયસ્પર્શી વાર્તા પ્રસ્તુત કરી રહ્યો છું.વાર્તા એક મધ્યમ વર્ગના પરીવારની છે.કે જે પરીવારનો મોભી પોતાના પરીવારમાં પોતાની પત્ની, પોતાની દિકરી કે પોતાના દિકરાના ભવિષ્ય વિશે નહીં વિચારતા, પોતાની રંગરેલીયા મનાવવાની મસ્તીમાં સમય અને પૈસા ઉડાવી રહ્યો છે.ઘર, બહાર, ઈજ્જત લોકો શું કહેશે ? આ બધુ ભૂલી કોઈની પણ વાત કે સલાહ માન્યા કે સાંભળ્યા સીવાય બરબાદીના રસ્તે ચાલી નીકળ્યો છે.આ સ્વભાવ એને અને એના પરીવારને ક્યાં લઈ જશે ? એ જાણવા માટે, ચાલો આપણે આ વાર્તા શરુ કરીએ.પ્રમોદભાઈ અને વીણાબેન, એમના બે સંતાન કે જેમા મોટી દીકરી પૂજા, અને