અણજાણ્યો સાથ - ૭

(28)
  • 4.3k
  • 1
  • 1.9k

ચાલો મિત્રો સપનાની સફર ને આગળ વધારીએ.સપના હવે સ્વસ્થ થવા લાગી હતી, એણે એના સાસુ, સસરા ને મમ્મી-પપ્પા તરીકે સ્વીકારી લીધા, ડૉ, ની સલાહ મુજબ જોશી પરીવાર સપનાનો ખુબજ ધ્યાન રાખતુ, સપના હવે ઘરકામમાં પણ મદદ કરવા લાગી હતી, પણ આ નવી સપના માં જુની સપના ક્યાંક ખોવાઇ ગઈ હતી, હજુ પણ રાત્રે એને ઊંઘ નોતી આવતી, ને જો ભૂલેચૂકે આવી જાય તો અડધી રાતે ઉડી જતી, દિવસે બધા લોકો સામે શાંત રેતી સપના, એની રાતો , એના પરીવારની યાદ મા રડી રડીને વિતાવતી. આવીજ રીતે એક રાતે સપનાને જલ્દી ઊંઘ આવી જાય છે,