ભાગ - 2 પ્રમોદની કંપનીમાં શેઠના ડ્રાઈવર તરીકે કામ કરતા અને પ્રમોદના પડોશી એવા, ઈશ્વરભાઈ પોતે વિધુર છે, અને એમને પણ સંતાનમાં એક દીકરી છે, અને તે પણ પૂજાનીજ ઉંમરની. આરતી તેનું નામ. હા પણ, આરતી દેખાવે બિલકુલ હુબહુ, પૂજા જેવી લાગતી હોય છે, જાણે કે બે જુડવા બહેનો. પરંતુ પૂજા અને આરતીમાં ફર્ક એકજ વાતનો, કે આરતી જન્મથીજ અંધ હોય છે. આરતી જન્મથીજ અંધ હોવા છતાં, તેને સંગીતનો ખૂબ જ શોખ હોય છે, અને તે બચપનથીજ હાથથી કે મોઢેથી કંઇક ને કંઇક મ્યુઝીક વગાડતી રહેતી, અને અત્યારે ર્હાર્મોનિયમ અને વીણા ખુબજ સરસ રીતે વગાડી લે છે, અને એટલુંજ નહીં તે ઘરે મ્યુઝિક ક્લાસ પણ ચલાવે