પતિ પત્ની અને પ્રેત - ૨૫

(88)
  • 6.6k
  • 6
  • 3.2k

પતિ પત્ની અને પ્રેત - રાકેશ ઠક્કરપ્રકરણ-૨૫જામગીર ધારીને જશવંતભાઇનો ચહેરો જોવા લાગ્યા. એમના ચહેરા પરથી કોઇ ઓળખાણ મળતી ન હતી. તે આ અગાઉ ક્યારેય મળ્યા ન હતા. એમની દીકરીને શોધતા દૂરથી આવી પહોંચ્યા હોય એવું ચહેરા પરથી લાગતું હતું. બંનેના ચહેરા પર દીકરી ગૂમ થયાની ચિંતા અને પ્રવાસનો થાક દેખાતો હતો. જામગીર ઘર તરફ જઇ રહ્યા હતા. એમને રેતાની ચિંતા હતી ત્યાં આ અજાણ્યા દંપત્તિ એમની પુત્રીની ચિંતા લઇને આવી પહોંચ્યા હતા. પોતાની પુત્રીને જોઇ હોવાના તેમના સવાલનો કોઇ જવાબ એમની પાસે ન હતો. પણ તે દંપતીને નિરાશ કરવા માગતા ન હતા. એમણે કહ્યું:"હું અહીં નજીકમાં મારા ઘરે જઇ રહ્યો છું.