પાછા ફરતા મોસમી પવનો....

  • 4.3k
  • 864

રસ્તા વચોવચ્ચ હાંફી રહેલા જેનિશને જોઈને મંજુલાએ તેની પાસે આવીને પોતાના ટુ વ્હિકલને બ્રેક મારી."આમ રસ્તા વચ્ચે કેમ ઊભો છે તું ? અને આટલો હાંફી કેમ રહ્યો છે ?" મંજુલા એ પુછ્યું."તને બધું જ કહું પણ પહેલા તું ગાડી સાઇડમા લઈ લે અને મને પણ" ટુ વ્હિકલ પર બેસતા જેનિશ બોલ્યો.મંજુલા એ ટુ વ્હિકલ કોઈ ચોક્કસ દિશામાં હાંકી માર્યું. જેનિશ હજુ પણ હાંફી રહ્યો હતો. એના શ્વાચ્છોશ્વાસની તેજ ગતિને મંજુલા અનુભવી શકતી હતી. કંઈક વિચારીને તે મનોમન હસવા લાગી."તું સરખી રીતે હસી શકે છે" જેનિશ એ મોઢું બગાડતા કહ્યું."હા તે હું તો હસી જ શકું ને... મારે ક્યાં ચોકઠાં પહેરવાના