ધીમે ધીમે આવતાં પગલા, ચાલવામાં ચંપલના અવાજ, કાંડામાં ઘડિયાળ અને કોટનની કડક સાડી તથા ચશ્માં એવા કે જોવાથી એવું લાગે કે તે ખૂબ જ પ્રતિભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા હશે.લોખંડનાં દરવાજાંને ખોલતાં જ એની નજર સામે રહેલા તખ્તા પર પડી. તેમાં લખ્યું હતું, "શ્રી સ્વામિનારાયણ વિવેકાનંદ વિદ્યાલય."એક હાથમાં ચોપડી અને બીજામાં પર્સ, વટ દઈને ચાલતાં આ મહિલા શાળાના છ-સાત પગથિયાં ચડી ગયા. તેઓ સીધા જઈ એક રૂમમાં દાખલ થયા. ત્યાં બીજા શિક્ષક-શિક્ષિકાઓ પણ પોતાના કાર્યમાં વ્યસ્ત હતા.'સુપ્રભાત મેડમ.' કડક સ્વભાવના ભારતીબેનએ આજ