પતિ પત્ની અને પ્રેત - રાકેશ ઠક્કરપ્રકરણ-૨૪નાગદાના મનમાં ખુશીનો પાર ન હતો. એ ખુશીથી અંગઅંગેમાં ઉત્સાહ અને ઉન્માદ ઉછાળા મારવા લાગ્યો હતો. નરવીર તેની સાથે સંબંધ બાંધીને પોતાને પ્રેતમાંથી પત્ની બનાવી દે એની ઘણા દિવસોથી નાગદા રાહ જોતી હતી. આજે એ ઘડી આવી પહોંચવાની એંધાણી નરવીરનું વર્તન આપતું હતું. જયનાનું મૃત્યુ થયું અને તેની લગ્ન કરવાની ઇચ્છા અધૂરી રહી ત્યારે તેના જીવને મોક્ષ ના મળ્યો અને પ્રેત બની ગઇ. પ્રેત બન્યા પછી જ્યારે તે પ્રેતનગરીમાં કાળરાજ ભૈરવ પાસે ગઇ અને પોતાની લગ્નની ઇચ્છા પૂરી કરવા માર્ગદર્શન માગ્યું ત્યારે તેને કાળરાજે કહ્યું કે તારે લગ્ન કરવા હોય તો પ્રેતયોનિમાંથી ફરી માનવરૂપમાં આવવું