સંબંધોની ટ્રાફિક-સેન્સ! – દિવ્યેશ ત્રિવેદી

  • 1.4k
  • 248

સામાજિકતા સફળતાની ચાવી છે એ ખરું, પરંતુ કેટલીક વાર ચાવી ખોટી લાગે છે કે ઊંધી લાગે છે અને ત્યારે તાળું ખૂલતું નથી. સામાજિક્તાનું પણ એવું જ છે. સામાજિકતાની જરૂરિયાત પર આટલો બધો ભાર મૂકેલો જોઈને એક મિત્રને સવાલ થયો, “આપણા સામાજિક વલણોનો કોઈ ઊંધો અર્થ કરે અથવા એને આપણી નબળાઈ કે વધુ પડતી ભલમનસાઈ સમજી લે એવું ન બને? આવે વખતે આપણું સામાજિક વલણ આપણને જ નુકસાન ન કરે?” સવાલ બહુ મહત્ત્વનો છે. આપણા સમાજમાં સમજદારી કરતાં ગેરસમજનું પ્રમાણ વિશેષ છે. આપણા કોઈ પણ વર્તનને કોઈ કેટલું સાચી રીતે સમજે છે. એના કરતાં ગેરસમજ નથી કરતું એની