ભયાનક સફર (આફ્રિકાના જંગલોની) - 25

(39)
  • 3.2k
  • 3
  • 932

જંગલીનું તીર હાથીની આંખમાં વાગ્યું. ********************** ગાઢ અંધારામાં હાથી ઝડપથી દોડી રહ્યો હતો. હાથી ઉપર બેઠેલો રોબર્ટ નીચે ગબડી પડવાની બીકે થર થર ધ્રુજી રહ્યો હતો. થોડીવાર થઈ ત્યાં હાથીની દોડવાની ગતિ ધીમી પડી. હાથીની દોડવાની ગતિ મંદ પડી એટલે હાથી ઉપર બેઠેલા રોબર્ટે રાહતનો દમ ખેંચ્યો. પણ હાથી એને ક્યાં લઈ જઈ રહ્યો હતો એ રોબર્ટ વિચારવા લાગ્યો. રોબર્ટ થોડીકવાર વિચારોમાં ડૂબ્યો. ચન્દ્ર આકાશમાં આવી ચુક્યો હતો. ચંદ્રની આછી ચાંદની ધરતી ઉપર રેલાઈ રહી હતી. ત્યાં તો કેટલાક માણસોનો એને અવાજ સંભળાયો. એણે હાથી ઉપર બેઠા બેઠા જ દૂર નજર કરી તો એને વીસ પચીસ માણસો વચ્ચે કોઈકને