અનુભૂતિ - ખરા પ્રેમ ની

  • 3k
  • 510

અનુભૂતિ –ખરા પ્રેમ ની “ ઉમા, આમ કયાં સુધી મારી પાછળ હેરાન થઈશ.?” “ નાથ, સ્વામિ ને ભગવાન મારા, તમારી જોડે સાત ફેરા લઈ ને તમારી જોડે જોડાઈ છું, હવે તો આ જન્મ શું આવતાં દરેક જન્મો માં તમારી જ અર્ધાંગિની રહીશ.” ******************************** હાંફળો ફાંફળો થતો નિશ્ચય નવ્યા ને ચારેકોર શોધી રહ્યો હતો, નવ્યા ઘર માં નહોતી, નવ્યા નો ફોન પણ ઓફ આવતો હતો, છેક ફ્લૅટ ની બહાર અગાશી માં બધે જ નવ્યા ને શોધી રહ્યો હતો. કોઈ અમંગળ ઘટના ના એંધાણ નિશ્ચય ની છાતી ને ભાર આપી રહ્યા હતા, નવ્યા ની હોસ્પિટલ માં પણ ફોન કરી જોયો,