રાષ્ટ્રપતિ ભવનના મિટિંગ ખંડમાં, ઉત્તરપ્રદેશમાં સત્તા વિરુદ્ધ જે વિદ્રોહ થયો હતો તેની ચર્ચા ચાલી રહી હતી. સર્વસત્તા પોતાના હાથમાં રાખતા સત્તાધીશો માટે નાનો વિરુદ્ધ પણ આવનાર ભવિષ્યમાં જાનલેવા સાબિત થતો હોય છે. એ વાતથી દેશનો વડો સુંદર વાકેફ હતો. છેલ્લા પાંચ વર્ષમાં દેશમાં નામ પૂરતી જ અમુક વિદેશી કંપની રહી હતી. ઘણી કંપનીને બૉમ્બ ફેંકી નેસ્તનાબૂદ કરી નાખવામાં આવી હતી. ઉત્તરપ્રદેશના મેરઠમાં જનરલ મોટર નામની કંપની લગડધગડ ચાલી રહી હતી. એમને પણ હવે ભય હતો કે ક્યારે એમની પર બૉમ્બ ફેંકવામાં આવે કે પછી પુરી કંપની સરકાર હસ્તક કરી અમેરિકાને લાત મારવામાં આવે એ ખબર ન હતી.