પ્રેમ

(22)
  • 1.4k
  • 1
  • 540

" વિનય બેટા, આવતીકાલે શનિવારે તું ઘરે આવી જજે. કારણ કે, રવિવારે સાંજે એ લોકો આપણાં ઘરે આવવાના છે. ઘર પણ જોઈ લેશે અને સાથે સાથે તને પણ જોઈ લેશે. તું પણ છોકરીને જોઈ લેજે, તમે બંને એકબીજાને પસંદ કરો પછી આગળ બીજી વાત. " મમ્મીએ વિનયને ફોન કરીને કહ્યું. પણ વિનયને આ વખતે છોકરી જોવા માટે આવવાની સહેજ પણ ઈચ્છા ન હતી તેથી તે કહી રહ્યો હતો કે, " મમ્મી, છેલ્લા ત્રણ વર્ષથી છોકરીઓ જોઈ, જોઈને હું કંટાળી ગયો છું. હવે મારે એકપણ છોકરી જોવી નથી. તને ખબર તો છે મમ્મી કે, અત્યારની છોકરીઓ કેવી હોય છે..?? જે મારા