જ્હોન ના ધબકારા વધવા લાગ્યા, એક સેવક જ્હોન સામે ધસી આવ્યો અને હાથ પકડી જ્હોન ને પેલા લાકડા પર માથું રાણી તરફ રહે એ રીતે સુવડાવી દીધો. જ્હોન સતત તેની પત્ની અને પુત્ર ના વિચારો માં ખોવાયેલો હતો તે કુવામાંથી કેવી રીતે બહાર નીકળશે !! રાણી ના સેવકે સૂર્યનમસ્કાર કરી ખંજર ભોંકવા ગયો ત્યાં જ આખા ઇથોપિયા માં અંધારું છવાઈ ગયું બધા ઉપર ની બાજુ જોઈ રહ્યા હતા, કાલા વાદળો ના કારણે ચારેબાજુ અંધકારમય વાતાવરણ ફેલાયું હતું. ત્યાં ઉભેલા પુજારીએ સૂર્ય પ્રાથના કરી અને જ્હોન ત્યાંથી ઉભો કર્યો એટલામાં વાદળો જતા રહેતા ફરી સૂર્યપ્રકાશ માં ઇથોપિયા ચમકી ઉઠ્યું. ત્યાં ની