ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-68

(152)
  • 5.8k
  • 5
  • 3k

ધ કોર્પોરેટ એવીલ પ્રકરણ-68 નીલાંગ અને નીલાંગી શીખ કપલ બનીને વિરારનાં એકાંત એરીયામાંથી નીકળી ટેક્ષીમાં બેઠાં. બંન્ને જણાં તાજાજ પરણેલાં હોય એવાં લાગતાં હતા. શીખ પોષાકમાં કોઇને ઓળખાઇ રહ્યાં નહોતાં. ટેક્ષીવાલાએ પૂછ્યું "સરદારજી કહાઁ જાના હૈ. નીલાંગે એજ લહેકામાં જવાબ આપતાં કહ્યું અરે ભાઉ ગોરેગાવ વેસ્ટ લેલો માય ઇન્ડીયા ટેલીવીઝન ની ઓફીસે. ઓકે સરદારજી કહીને ટેક્ષીવાળાએ ટેક્ષી હાંકી અને નીલાંગી નીલાંગને વળગીને બેસી ગઇ નીલાંગી એક એક પળ નીલાંગની સાથે ગાળી રહેલી આવનાર ભવિષ્યનાં વિચારે એ વ્યાકુળ થઇ રહી હતી. એણે નીલાંગને વળગીને કહ્યું નીલુ આપણે માય ઇન્ડીયા ટીવીની ઓફીસમાં પહોચીએ પછી તું ત્યાં બધી વાત કરજે એ લોકો આપણને કેવો