વિખરાયેલાં મોતી - કાવ્યસંગ્રહ અનુક્રમણિકા 1. સ્વ 2. ગોવિંદ 3. માઁ 4. પા 5. જિંદગી 6. માનવ 7. સમાજ 8. પ્રેમ-વિરહ 9. કુદરત*સ્વ* ખુદનો એક પરિચય મોતીની એ ખોજમાં,છીપ ભૂતકાળના ખોલું છું....મોતી આવે આંખોમાં ભરાઈ,ત્યારે તેને શબ્દોની માળામાં ફેરવું છું......હા, આંખોમાંથી વહેવા જતા એ મોતીને,મોતી કવિતાનું બનાવવા પ્રયત્ન કરું છું.....■હા, હું કવિતામાં લખતા શીખી....જિંદગીની હસીન પળોને,ક્યારેક વળી આ ચડતી પડતી,હા, હું કવિતામાં લખતા શીખી....ઈશ્વરની આ અસીમ દુનિયા,'ને મનુષ્યએ વિખરેલી આ દુનિયા,હા, હું કવિતામાં લખતા શીખી....પ્રકૃતિ પાસેની શીખ,'ને જિંદગીએ ભણાવેલા પાઠ,હા, હું કવિતામાં લખતા શીખી.....બાળપણની એ મોજ,'ને વધતી આ ઉંમરની હકીકતો,હા, હું કવિતામાં લખતા શીખી.....માં-બાપનો એ પ્રેમ,'ને યારોની એ યારી,હા, હું કવિતામાં લખતા