વિશ્વ આરોગ્ય દિવસ

  • 2.4k
  • 514

પૂજ્ય કાકાસાહેબ કાલેલકર કહે છે :”ધાર્યું કામ પર પાડવા છતાં શરીરનું કોઈ અંગ ફરિયાદ ન કરે તે તંદુરસ્તીની નિશાની.”આયુર્વેદ શાસ્ત્રમાં લખ્યું છે: “ઈશ્વર પ્રાપ્તિ માટે બુદ્ધિ નિર્મળ હોવી જોઈએ,બુદ્ધિ નિર્મળ હોવા માટે શરીર નિર્મળ હોવું જોઈએ.” આપણા ગુજરાતી કેલેન્ડર મુજબ ચૈત્ર માસ અને અંગ્રેજી મુજબ એપ્રિલ મહિનો આવતા ગરમીની ઋતુ ચાલુ થાય અને એ સાથે આરોગ્ય પ્રત્યે કાળજી ન રાખીએ તો અનેક રોગોને પણ સાથે આમંત્રણ આપીએ છીએ..એમાય ખાસ છેલ્લા કેટલાક વર્ષોથી તો પ્રદુષણના અજગરના ભરડામાં પૂરી પૃથ્વી સપડાઈ છે ત્યારે ગ્લોબલ વોર્મિંગને કારણે તાપમાનના પારા સાથે આપણા તન અને મન બેયનો પારો પણ ઉચો ચડતો