સુંદરી - પ્રકરણ ૮૨

(132)
  • 6k
  • 6
  • 2.7k

બ્યાંશી જેવી સુંદરી વરુણની કાર નજીક આવી એટલે વરુણે હાથનો ઈશારો કરીને તેણે બીજી તરફ ખોલેલા દરવાજામાંથી કારમાં બેસવાનું કહ્યું. સુંદરીએ પણ એનું સદા ઘાયલ કરતું સ્મિત કરીને વરુણને હા પાડી અને વરુણના મોઢામાંથી ફરીથી ઉચ્છવાસ નીકળી ગયો. “આઈ હોપ કે હું મોડી નથી પડી.” કારમાં બેસતાં વેંત સુંદરીએ પૂછ્યું. “ના બિલકુલ નહીં. તમે ઓન ટાઈમ છો!” વરુણે આદત અનુસાર પોતાના અંગુઠેથી ઈશારો કર્યો. સુંદરીએ પાછળ વળીને પોતાની તરફનો દરવાજો બંધ કર્યો. “તમે કહ્યું હતું કે એક સરપ્રાઈઝ છે જે આપણે મળીએ ત્યારે જ કહેશો, તો શું છે એ સરપ્રાઈઝ?” સુંદરી આટલું કહીને આસપાસ જોવા લાગી. “તમે જેમાં બેઠાં