વેધ ભરમ - 42

(220)
  • 8.9k
  • 10
  • 5k

કબીરને હવે સમજાઇ ગયુ હતુ કે આ રિષભના પ્રશ્નોના જવાબ આપ્યા વિના તેનો છુટકો થવાનો ન હતો. જો કે તેના વકીલે તેને કોઇ પણ પ્રશ્નના જવાબ આપવાની ના પાડી હતી અને સાથે સાથે એ પણ કહ્યું હતુ કે ચિંતા નહીં કરતા પોલીસ સ્ટેશનમાં આપેલા જવાબ કોર્ટમાં માન્ય ગણાતા નથી. રિષભને અત્યારે તો આ એક દિવસ પણ અહીં કાઢવો મુશ્કેલ પડી રહ્યો હતો. તેમા પણ રિષભ જો થર્ડ ડીગ્રીનો ઉપયોગ કરે તો તેની હાલત એકદમ ખરાબ થઇ જશે. તે પોતે કેટલુ ટૉર્ચર સહન કરી શકશે તે સારી રીતે જાણતો હતો. તેને ખબર જ હતી કે જો ફીઝીકલી ટોર્ચરની શરુઆત કરશે તો