તાનાશાહ - ભાગ 1

(21)
  • 5.2k
  • 2
  • 1.7k

ઈ. સ. 2055 ની શરૂઆત થઈ ચૂકી હતી. દિલ્હીના લાલ કિલ્લા પર વામપંથીઓનો કબ્જો થઈ ચૂક્યો હતો. લાલસૈનિકોએ પુરી દિલ્હીને અભેદ કિલ્લાની માફક સુક્ષિત કરી નાખી હતી. ઉપર સતત હેલિકોપ્ટર ફરી રહ્યા હતા. દેશની અર્થવ્યવસ્થા પણ ખોરવાઈ ચુકી હતી. એકસો ત્રણ વર્ષથી સત્તા માટે ભારતમાં હવાતિયાં મારતા માર્ક્સવાદી, લેલીનવાદી કે પછી માઓના પીઠુઓ અંતે સત્તાની પ્રાપ્તિ કરી દેશમાં નોકરશાહી અને સમાનતાવાદની ઓઠમાં કુખ્યાત તાનાશાહી કરી રહ્યા હતા. રાષ્ટ્રપતિ ભવનની અંદર કામરેડ સુંદર બેનર્જી પોતાની સેનાના ઊચ્ચ અધિકારી સાથે બેસી આગળની રણનીતિનો ઘડી રહ્યો હતો. એક કાર સ્પીડ મુઘલ ગાર્ડન પાર કરી થઈ.