જેલ નંબર ૧૧ એ - ૧

(23)
  • 7.5k
  • 2
  • 3.6k

આજે પંદર તારીખ હતી. કદાચ આજે પંદર તારીખ હતી. ના, કાલે પંદર તારીખ હતી. કાલે પંદર તારીખ હતી? કેમ યાદ નથી આવતું? આજે સોળ તારીખ થઈ? કે આજે પંદર તારીખ થઈ? કોઈ તહેવાર આવ્યો હતો? ના, યાદ નથી. કોઈ મળવાનું હોય? શ્રેય તો આઉટ ઓફ સ્ટેટ છે, રીયા છેલ્લી વાર ક્યારે મળવા આવી હતી? જો આજે પંદર તારીખ હોય તો તે ત્રણ તારીખે આવી હતી. રીયાને ખબર હશે? કદાચ. રીયાને ફોન કરું? ના. લેન્ડલાઇન બંધ છે. લેન્ડલાઇન રીપેર કરાવવાનો છે. કોણ કરશે? મનેતો આવડતું પણ નથી. એમને કહું? ના. એના કરતાં હું એમને પૂછી લઉં. એવી રીતે પૂછાય? ના, એ