માહી એક અમીર પરિવારની દીકરી હતી. પિતા એક મોટા બિઝનેસમેન હતા અને માતા એક સારી એવી કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા હતા. માહી સ્વભાવે થોડી ગુસ્સેલ હતી પણ હા એ થોડી વાર માજ બધા જોડે મનથી એટેચ થઈ જતી હતી. માહી હાલમાં સીએની પરીક્ષાની તૈયારી કરતી હતી અને એ સ્કૂલ અને કોલેજમાં પણ સારા માર્કસ સાથે સારા નંબર લાવતી હતી. તે ૨૪માં વર્ષમાં પ્રવેશી ગઈ હતી. પિતાને તેના લગ્નની જરા પણ ઉતાવળના હતી કારણ કે તે એક ની એક દીકરી હોવાથી ખુબજ લાડ પ્રેમ મળ્યો હતો અને તેના પિતા પણ તેને પોતાનાથી દૂર મોકલવા માટે ઈચ્છતા ન હત