લવ બાયચાન્સ - 7

(26)
  • 3.6k
  • 2
  • 1.7k

મિત્રો આપણે આગળના ભાગમાં જાણ્યુ કે ઝંખના બાળકને એડોપ્ટ કરવાનો વિચાર છોડી દે છે. પણ એ થોડા દિવસથી એની આજુબાજુ અલગ અલગ રીતે મા અને બાળકના અતૂટ પ્રેમની લાગણીઓ જોવા મળે છે. અને એના મનમાં માં બનવાની ઈચ્છા જાગૃત થાય છે. એવુ નથી કે ઝંખનાને અચાનક આવી ઈચ્છા થાય છે. માતૃત્વ એ દરેક સ્ત્રીમાં બાળપણથી જોવા મળે છે. દરેક સ્ત્રીમાં એક માતા છૂપાયેલી હોય છે. બાળપણમાં જ્યારે એ એની ઢીંગલીને એના બાળકની જેમ રમાડે છે. ત્યારથી જ એનામાં માતૃત્વના બીજ રોપાય ગયા હોય છે. પછી સમજદારી આવતા જે એ એના નાના ભાઈ બહેનની કાળજી લે છે. એને જે રીતે સંભાળે