મિત્રતાની મહેલાત - દિવ્યેશ ત્રિવેદી

  • 2.1k
  • 1
  • 474

એ બંને બાળપણના મિત્રો હતા. એક જ ફળિયામાં સાથે ઊછર્યા હતા, એક જ સ્કૂલમાં ભણ્યા હતા. કોલેજમાં પણ સાથે હતા અને ભણ્યા પછી એમણે ધંધો પણ સાથે જ શરૂ કર્યો, બંને મિત્રોએ ખૂબ મહેનત કરીને ધંધો જમાવ્યો. સૌ કોઈ એમની સફળતાનો યશ એમની મિત્રતાને જ આપતા હતા. આ દરમ્યાન મિત્રતાને સંબંધમાં પલટાવવાનો સંજોગ ઊભો થયો. એક મિત્રની બહેનનાં બીજા મિત્ર સાથે લગ્ન થયાં. પરિણામે બંને મિત્રો મટીને સાળા-બનેવી બન્યા. બે વ્યક્તિઓનો સંબંધ હવે બે કુટુંબોનો સંબંધ બન્યો. ઘટના ચક્ર સતત ફરતું જ રહે છે. કોણ ક્યારે એની હડફેટે આવી જાય છે, એની ભાગ્યે જ ખબર પડે છે. જેમની મિત્રતાના સોગંદ